મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

નવોદય પરીક્ષા માટે વિદ્યાર્થીઓને નિલેશભાઈ શિક્ષકનું પ્રેરણાદાયક પ્રોત્સાહન

નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા આપવા જતા અમારા શાળાના હોશિયાર વિદ્યાર્થીઓને નિલેશભાઈ શિક્ષકે પેન ભેટ આપી પ્રોત્સાહિત કર્યા. આ પેન માત્ર લખવાનું સાધન નથી, પરંતુ આત્મવિશ્વાસ, આશા અને સફળતાનું પ્રતિક છે.  નિલેશભાઈ શિક્ષકના આ સકારાત્મક પ્રયાસથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધ્યો અને પરીક્ષા પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો. આવો માર્ગદર્શન અને પ્રેરણા આપતા શિક્ષકો ખરેખર વિદ્યાર્થીઓના ભવિષ્યના ઘડવૈયા છે. તમામ વિદ્યાર્થીઓને નવોદય પરીક્ષા માટે હાર્દિક શુભેચ્છાઓ!