GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
અલ્ટો અને સ્કોર્પિયો વચ્ચે અકસ્માત અલ્ટો ચાલક નું મોત
રિપોર્ટેડ બાય: Dharampuri, ધોલેરાપ્રકાશિત :
ફોટો 1 / 5
પીપળી વટામણ રોડ પર અલ્ટો અને સ્કોર્પિયો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રોંગ સાઈડમાં આવેલી અલ્ટો કાર સાથે સ્કોર્પિયોની જોરદાર ટક્કરમાં અલ્ટો ચાલકનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. તેમજ કારચલકની પત્નીને ગંભીર ઇજાઓ થઈ હતી. તેમને પીપળી 108 મારફતે ધંધુકા આરએમએસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે સ્કોર્પિયો કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતા ધોલેરા પોલીસ સ્ટેશન ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. અલ્ટો કાર ભાવનગર સાઈડથી વટામણ સાઇડ જઈ રહી હતી. પીપળી નજીક બુરાનપુર પાટિયા પાસે આ જોરદાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત પગલે રોડ પર ભારે ટ્રાફિક જામ થયો હતો. ધોલેરા પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હટાવ્યો હતો.





