મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

ઉપલેટાના મોટી પાનેલી ગામના ઉપસરપંચ સહિતના 7 સભ્યોએ રાજીનામું આપવાના નિર્ણયથી ખળભળાટ

મોટી પાનેલી ગામના ઉપસરપંચ સહિતના 7 સભ્યોએ રાજીનામું આપવાના નિર્ણયથી ખળભળાટ ધારાસભ્યના વતનમાં મહિલા સરપંચના પતિના વિરોધમાં ગ્રામ પંચાયતના ઉપસરપંચની સાથે 7 જેટલા સભ્યોએ રાજીનામો આપવાનો નિર્ણય લીધો ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામમાં છેલ્લા ઘણા સમયથી વિવાદો વક્રી રહ્યા છે જેના પરિણામે એક નવો વળાંક આવ્યો છે કારણ કે વર્તમાન સમયના ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાના વતન અને ગામ એવા મોટી પાનેલી ગ્રામ પંચાયતના ઉપસરપંચ સહિત સાત જેટલા પંચાયતના સભ્યોએ સભ્યપદ પરથી રાજીનામું આપી દેવાનો નિર્ણય કરી બેઠક યોજાઈ છે અને રાજીનામું આપવાનું કારણ ઉપલેટા ની મોટી પાનેલી ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિને કારણભૂત જણાવી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. મોટી પાનેલી ગામમાં ભાજપ સામે ભાજપની લડાઈ છેલ્લા ઘણા સમયથી ચાલતી હોવાની બાબતો સામે આવી છે જેમાં વર્તમાન સમયના ભાજપના ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્ર પાડલીયા ના વતન અને ગામ વિસ્તારમાં વધતા જતા રાજકીય ખટપટ અને ભાજપ સામે ભાજપની લડાઈ તેમજ મૂળ ભાજપ અને કોંગ્રેસમાંથી ભાજપમાં પડેલા આગેવાનો અને હોદ્દેદારોના કારણે વારંવાર ખટપટ અને વિવાદો સર્જાય છે પરિણામે ગામમાં વારેવારે ધમાકાઓ શરૂ થતા હોવાના પણ કિસ્સાઓ સામે આવતા હોય છે.