મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

હોર્ન ન સંભળાતા સર્જાયો અકસ્માત; કંથારિયા પાસે રેલવે ટ્રેક પરથી પસાર થતી મહિલા ગંભીર રીતે ઘાયલ

હોર્ન ન સંભળાતા સર્જાયો અકસ્માત; કંથારિયા પાસે રેલવે ટ્રેક પરથી પસાર થતી મહિલા ગંભીર રીતે ઘાયલ — ફોટો 1

ભરૂચ શહેર નજીક કંથારિયા ગામ પાસે રેલવે ટ્રેક પર ચાલતી જતી એક મહિલા ગંભીર અકસ્માતનો ભોગ બની હતી. કંથારિયા પાસે ગુડ્સ ટ્રેનની અડફેટે આવતા આ દુર્ઘટના સર્જાઈ હતી. ​મળતી માહિતી મુજબ, મહિલા રેલવે ટ્રેક પર ચાલતા જઈ રહી હતી તે દરમિયાન ટ્રેનનું હોર્ન ન સાંભળવાના કારણે અચાનક આવી પહોંચેલી ગુડ્સ ટ્રેનની અડફેટે આવી ગઈ હતી. આ અકસ્માતમાં મહિલાના માથા અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ​દુર્ઘટના બનતા જ આસપાસના સ્થાનિક લોકો દ્વારા મહિલાને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં તેની સારવાર શરૂ કરવામાં આવી છે. રેલવે પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.