GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
ઉપલેટાના મેલી મજેઠી ગામના કેરીયા ટીંબા હનુમાન મંદિરના મહંતને ગાળા ગળી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી, સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી ધમકાવનાર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી.
રિપોર્ટેડ બાય: કાનભાઈ, ઉપલેટાપ્રકાશિત :
ફોટો 1 / 5
ઉપલેટા તાલુકાના મેલી મજેઠી ગામે આવેલ કેરીયા ટીંબા હનુમાનજી મંદિરના મહંત દ્વારા પાટણવાવ પોલીસ સ્ટેશનમાં સોશિયલ મીડિયાના માધ્યમથી તેમની જાણ બહાર સત્ય સનાતન નામના whatsapp ગ્રુપમાં જોડાયેલા આ મહંત ગ્રુપની અંદર જોડાયેલા હતા ત્યારે ગ્રુપમાં સનાતન દેવી દેવતાઓનું અપમાન કરે છે. ધર્મને નુકસાન થાય તેવું કોઈ કાર્ય કરે તેવા વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પૈસા ભેગા કરતા હોય તે ગ્રુપમાં જોડાયેલા હતા ત્યારે મંદિરના મહંત આ ગ્રુપમાંથી નીકળી જતા તેમને ફોન ઉપર બળજબરીથી પૈસા કઢાવવા માટે અને જાહેરમાં અપમાનિત કરવા માટે youtube ઉપર અને ફોન ઉપર અવારનવાર પૈસાની માંગણી કરી ગાળા ગાડી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવા બાબતે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ મામલે પાટણવાવ પોલીસે બી.એન.એસ. કલમ 308(4), તથા 351(2),352 તથા આઇ.ટી.એકટ કલમ 67 મુજબ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મોટા કાલાવ ગામના મેરામણભાઇ ખીમાભાઈ નંદાણીયા સામે ગુનો દાખલ કરી વધુ પૂછપરછ અને ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે ત્યારે આ બાબતની તપાસ હાલ પાટણવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જી.ચૌહાણ ચલાવી રહ્યા છે.





