GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
ઉપલેટાના મુરખડા ગામે ઉપલેટા પોલીસે જુગારી રેડ કરી 6 વ્યક્તિઓને ઝડપી લીધા
રિપોર્ટેડ બાય: કાનભાઈ સુવા, ઉપલેટાપ્રકાશિત :
ફોટો 1 / 5
ઉપલેટા પોલીસે બે દિવસ અગાઉ મળેલી જુગાર અંગેની બાતમીના આધારે રાત્રી દરમિયાન રેડ કરીને 6 જેટલા વ્યક્તિઓને ઉપલેટા તાલુકાના મુરખડા ગામેથી ઝડપી પાડી રૂ. 26480/- કબજે કરીને ઝડપાયેલા તમામ સામે ગુનો નોંધયો છે. ઉપલેટા પોલીસે દાખલ કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, બે દિવસ અગાઉ એ.એસ.આઈ, ધરમચંદ પ્રેમચંદ કટોચને મળેલી હકીકતથી વાકેફ કરેલુ કે, મુરખડા ગામે ભદ્રેશ્વર મહાદેવના મંદીર પાસે નીલેષભાઈ કેશવજીભાઇ મુરાણી પોતાના કબ્જા ભોગવટાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમે છે. આ બાતમીના આધારે ઉપલેટા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. ધરમચંદ પ્રેમચંદ કટોચ, પો.હેડ કોન્સ. હરેશભાઈ ગોવિંદભાઈ જાંબુકીયાને ઉપરોકત હકીકતની વોચ રાખી જુગારીની પ્રવુત્તિ ચાલુ થાય ત્યારે કાયદેસર કરવા જણાવેલ હતું જેથી રાત્રિએ હકીકતવાળી જગ્યાએ જુગારની પ્રવુતી ચાલુ હોવાની જુગાર અંગેની ઉપલેટા પોલીસ ટીમ દ્વારા રાત્રી દરમિયાન રેડ કરવામાં આવી હતી અને છ જેટલા વ્યક્તિઓને ઝડપી લીધા. ઉપલેટા પોલીસ દ્વારા કરવામાં આવેલી જુગારની રેડમાં (1) નીલેષભાઈ કેશવજીભાઈ મુરાણી, (2) મોહનભાઈ ભુરાભાઈ ભલવા, (3) જીવાભાઈ કમાભાઈ ભારાઈ, (4) જયેશભાઈ ભીખાભાઈ લક્કડ, (5) લાલજીભાઈ રઘુભાઈ મુરાણી, (6) અરુણભાઈ વૃજલાલ મુરાણી સહિતનાઓની જુગારધારા મુજબ પોલીસે અટકાયત કરી તમામ સામે જુગારધારા મુજબ ગુનો દાખલ કરી આ મામલે ઉદ્ધ તપાસ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.





