GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
1952 પછી પણ રોહિણીની પરિસ્થિત
રિપોર્ટેડ બાય: રાકેશ કાંતિલાલ શાહ, ગામ: રોહિણી, તા:ખંભાત, જિલ્લો:આણંદપ્રકાશિત :
ફોટો 1 / 2
1952 ગામ રોહિણી ગ્રામ પંચાયતની રચના પછી 2025 ગામની પરિસ્થિતમાં કોઈ બદલાવ નથી થયો. સરકારની ગોકુળિયા ગામની વાતો ન્યૂઝ પેપરો અને સમાચારના માધ્યમમાં જોવી સારી લાગે છે. ઠેર ઠેર ગંદવાડો, ગટરોની કોઈ પ્લાનિંગ વગર લાઈનો નાખી મિલી ભગતથી સરકારી રાશીનો દૂર ઉપયોગ કરે છે, જેના કારણે સ્કૂલે જતા બાળકોને ગામને જોડતા મુખ્ય માર્ગ પર ગટરોના ગંદા પાણીમાંથી જવું પડે છે. સ્થાનિક MLA ચૂંટણી જીત્યા પછી આવતી ચૂંટણીમાં દેખાય છે. ગામની ભોળી પ્રજાને ખોટા પ્રલોભનો આપી લોલી પોપ આપે છે. જોડતા રોડ ની આજુ બાજુ ની ગટર લાઇનો માં ભરણી કરી મુખ્ય માર્ગો એવમ સરકારી જગ્યાઓમાં દબાણ (ખંભાત થી વટામણ રોડ પર) કરી દુકાનો બનાવી ભાડે અપાય છે. રોહિણી ગામમાં આવતી ગ્રાન્ટ રામ ભરોસે છે


