મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

વર્લ્ડ રેકોર્ડ રાજેશ કુમાર ડી સોલંકીની વૈશ્વિક સિદ્ધિ

સાણંદ તાલુકાના માણકોલ ગામનું ગૌરવ: શિક્ષક રાજેશકુમાર સોલંકીનો વર્લ્ડ રેકોર્ડમાં નામ સુવર્ણ અક્ષરે નોંધાયું પર્યાવરણ સરક્ષણ અને પ્લાસ્ટિક મુક્ત સમાજ તરફનો માર્ગ શૈક્ષણિક સ્તરે જ શરૂ થવો જોઈએ- આ વિચારને સાકાર કરતા માણકોલ પ્રાથમિક શાળાના શિક્ષક રાજેશકુમાર ડી સોલંકીએ એક અનોખું અને પ્રશંસનીય કાર્ય કરી બતાવ્યું છે. આજના સમયમાં પ્લાસ્ટિક એક મુખ્ય ખતરો બની ગયો છે. ધરતી, પાણી અને હવા -ત્રણે પર્યાવરણ તત્વોને પ્લાસ્ટિક ગંભીર અસર કરી રહ્યું છે જે કારણ માનવજીવન, પશુ -પક્ષી અને કુદરતી સંતુલન જોખમમાં મુકાયું છે આજ ચિંતા ધ્યાનમાં રાખીને રાજેશકુમાર ડી સોલંકી દ્રારા પ્લાસ્ટિક કેટલું ભયાનક છે તે અંગે રાષ્ટ્રીય સ્તરે જાગૃતિ ફેલાવવની અભિયાંનાત્મક પહેલ કરવામાં આવિ હતી માણકોલ પ્રાથમિક શાળાના શિક્ષક રાજેશકુમાર ડી. સોલંકીને પર્યાવરણ સંરક્ષણ અને પ્લાસ્ટિક મુકત સમાજ માટેના ઉત્તમ કાર્ય બદલ Worldwide Book of Records દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. આ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે મળીને 3,50,000 વેસ્ટ પ્લાસ્ટિકની બોટલો એકત્રિત કરી, જે વિશ્વનો સૌથી મોટો સમૂહ પ્રયત્ન તરીકે નોંધાયો છે. અભિયાનમાં પેપર બેગ બનાવવાની તાલીમ, જન્મદિવસે ચોકલેટની બદલે સિંગ-ચણા વહેંચવાની નવી પરંપરા અને પ્લાસ્ટિક વિશે જાગૃતિ કાર્યક્રમો સામેલ રહ્યા. આ સિદ્ધિ માત્ર રેકોર્ડ નહીં પરંતુ પર્યાવરણ માટેની જવાબદારીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સમગ્ર ગામ, શિક્ષણવિભાગ અને શાળા પરિવાર રાજેશકુમાર સોલંકીને હાર્દિક અભિનંદન પાઠવે છે.