GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
બોરસદમાં ધારાસભ્ય,કેબિનેટ મંત્રી અને સંસદસભ્યનું અભિવાદન સમારોહ
રિપોર્ટેડ બાય: પરમાર હિરેનકુમાર દેસાઈભાઈ, બોરસદપ્રકાશિત :
ફોટો 1 / 5
તા.૨૧-૧૧-૨૦૨૫ ને શુક્રવારના દિવસે બોરસદ વિધાનસભાના ધારાસભ્ય અને પેટલાદ વિધાનસભાના ધારાસભ્ય જેમની કેબિનેટ મંત્રી તરીકે નિમણૂક થયેલ તેના સંદર્ભમાં શ્રી લેઉવા પાટીદાર સમાજ અને તમામ સમાજ બોરસદ દ્વારા રેલી નીકળી અતસબાજી, ડીજે ના તાલે બોરસદ તાલુકા પંચાયતથી નીકળી પટેલ વાડી એ પહોંચી તેઓનું હાર્દિક અભિનંદન પુષ્પગુચ્છ,વિશિષ્ટ સન્માન ગિફ્ટ,પ્રતિમા અને સાલ ઓઢાવી ને કરવામાં આવ્યું. કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી (ધારાસભ્ય-બોરસદ),શ્રી કમલેશભાઈ પટેલ રાજ્યકક્ષાના મંત્રી (ધારાસભ્ય- પેટલાદ) અને મુખ્ય અતિથિ મહેમાન શ્રી મિતેશભાઈ પટેલ (બકાભાઈ) જેઓ સંસદ સભ્ય આણંદ જિલ્લો અને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમાં તેઓના પ્રવચન માં બોરસદ અને પેટલાદ તાલુકાને તમામ પ્રકારે વિકાસલક્ષી કામો, વિવિધ સરકારી યોજનાઓનો લાભ જનતા સુધી પહોંચાડવામાં તથા નાગરિકોનું આરોગ્ય લક્ષી સુવિધાઓ,શિક્ષણ વ્યવસ્થા સુધારણા અને ગ્રામીણ વિસ્તારને વિકસિત કરવા જેવા મુખ્ય મુદ્દા અને ઉદ્દેશ નો ઉલ્લેખ કરવામાં આવ્યો.ટૂંક સમયમાં રેલવે ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. બોરસદના તમામ સમાજના લોકો અને બોરસદના ડૉક્ટર હાજર રહી તેઓનું સન્માન કરવામાં આવ્યું અને મંત્રીઓ એ બોરસદ ની જનતાનો આભાર વ્યક્ત કર્યો.





