મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

ડી.એ.વી. ઇન્ટરનેશનલ સ્કૂલમાં NCC દિવસની ઊજવણી કરવામાં આવી

આજ રોજ ડી.એ.વી. ઇન્ટરનેશનલ સ્કૂલ, મકરબા ખાતે એન.સી.સી. દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે યોગ્ય લાયકાત ધરાવતા કેડેટ્સને પ્રમોશનલ રેન્ક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જે તેમના શિસ્તબદ્ધ અને પ્રતિબદ્ધ સેવાભાવના પ્રતિકરૂપ છે. આ ઉજવણી દરમિયાન આર્મી ઓફિસર તથા આચાર્યશ્રી શ્રી દીપક પુરકર સાહેબે કેડેટ્સને રેન્ક દ્વારા સન્માનિત કર્યા હતા અને તેમને દેશસેવા માટે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં કેડેટ્સના ઉત્સાહ અને દેશભક્તિ ભાવનાને સૌએ સરાહ્યા હતા.