GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
ડી.એ.વી. ઇન્ટરનેશનલ સ્કૂલ, મકરબા ખાતે ઉજવાયો આનંદમય બાળદિવસ
રિપોર્ટેડ બાય: દિપક શાહ, અમદાવાદપ્રકાશિત :
ફોટો 1 / 5
ડી.એ.વી. ઇન્ટરનેશનલ સ્કૂલ, મકારેબા ખાતે બાળદિવસ ઉત્સાહ, આનંદ અને સર્જનાત્મકતાથી ભરપૂર રીતે ઉજવાયો. સમગ્ર કેમ્પસમાં બાળકોના હસતાં ચહેરાઓ અને ઉલ્લાસભર્યો માહોલ છવાયેલો જોવા મળ્યો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને સ્વાગત સંબોધનથી થઈ, ત્યારબાદ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ માટે ખાસ બનાવેલા રમૂજી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સાથે મળીને વિવિધ રમતો—ટગ ઓફ વૉર, મ્યુઝિકલ ચેર, રિલે રેસ, ફન એક્ટિવિટીઝમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ સહભાગિતાએ શિક્ષક-વિદ્યાર્થી સંબંધોને વધુ પ્રગાઢ બનાવ્યા. વિદ્યાર્થીઓના આનંદમાં વધારો થાય તે માટે શાળાએ તમામ વિદ્યાર્થીઓ માટે વિશેષ લંચની વ્યવસ્થા પણ કરી હતી. સ્વાદિષ્ટ ભોજન સાથે બાળકોની ખુશી દ્વિગણી થઈ ગઈ. આ કાર્યક્રમની વિશેષતા એ રહી કે એન.સી.સી. કેડેટ્સે પણ આ ઉજવણીમાં ભાગ લીધો. તેમણે કાર્યક્રમ દરમિયાન શિસ્ત, વ્યવસ્થા અને સ્વચ્છતાની જવાબદારી નિભાવી, જેનાથી કાર્યક્રમ વધુ સુવ્યવસ્થિત રીતે સંચાલિત થઈ શક્યો.





