મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

દાહોદમાં બિરસા મુન્ડાની 150 મી જન્મજયંતીની ઉજવણી

ગોવિંદ ગુરૂ લીમડી તાલુકા માં આજે શ્રી ગોવિંદ ગુરૂ ધામ-કંબોઈ ખાતે આદિવાસી ગૌરવના પ્રતિક ભગવાન બિરસા મુન્ડાની 150 મી જન્મજયંતિ નિમિત્તે “જનજાતિય ગૌરવ દિવસ”નો ભવ્ય કાર્યક્રમ યોજાયો. ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ LIVE વીડિયો સંબોધન દ્વારા ભગવાન બિરસા મુન્ડાના શૌર્ય અને આદર્શોને યાદ કરી સમાજને પ્રેરક સંદેશ આપ્યો. મુખ્‍ય મહેમાન તરીકે ગુજરાત રાજ્ય નાણાપંચના અધ્યક્ષ શ્રી યમલ વ્યાસજી અને ઝાલોદના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરીયા ઉપસ્થિત રહ્યા. બંને મહેમાનોએ આદિવાસી સમાજના વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી તથા બિરસા મુન્ડાના જીવનમૂલ્યોને અનુસરવાની અપીલ કરી. આ સભામાં મોટી સંખ્યા મા સંતો ભક્તો મહંતો તેમજ જનમેદની પંડાલમાં ખૂબ મોટી સંખ્યામાં જોવા મળી કાર્યક્રમમાં જીવનપ્રસંગો, સરકારની કલ્યાણ યોજનાઓની માહીતી સાથે જનજાતિય નૃત્યો અને લોકકલા કાર્યક્રમો યોજાયા. અંતે મહેમાનો અને ઉપસ્થિતોએ બિરસા મુન્ડાને વંદના અર્પણ કરી તેમની આદર્શગાથાને આગળ વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. સાથે સાથે વૃક્ષા રોપણ કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો બાઈટ ગુજરાત રાજ્ય નાણાં પંચના અધ્યક્ષ યમલ વ્યાસ રીપોર્ટ કિશોર ડબગર દાહોદ