મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

સાયખા GIDC બ્લાસ્ટ: AAPની મૃતકોના પરિવારને રૂ. 1 કરોડ અને નોકરી આપવાની માગ

સાયખા GIDC બ્લાસ્ટ: AAPની મૃતકોના પરિવારને રૂ. 1 કરોડ અને નોકરી આપવાની માગ — ફોટો 1

ભરૂચ, આમ આદમી પાર્ટી (AAP)ના નેતા ચૈતર વસાવાએ ભરૂચના સાયખા GIDC સ્થિત વિશાલ ફાર્મા કેમ કંપનીમાં થયેલા ભયાનક બ્લાસ્ટની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. મંગળવારે વહેલી સવારે થયેલા આ બ્લાસ્ટમાં ત્રણ શ્રમિકોના મોત નીપજ્યા હતા અને 23 જેટલા અન્ય કામદારો ઇજાગ્રસ્ત થયા હતા. ગતરોજ ભરૂચ સર્કિટ હાઉસ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં ચૈતર વસાવાએ મૃત્યુ પામેલા ત્રણેય કામદારોના પરિવારજનોને રૂ. 1 કરોડની આર્થિક સહાય અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવે તેવી ત્વરિત માગણી કરી હતી. વસાવાએ આક્ષેપ કર્યો હતો કે દહેજમાં મોટો એક્સ્પો ચાલતો હોવા છતાં, કોઈ પણ રાજકીય આગેવાન ઘટનાસ્થળે ન પહોંચવું તે દુઃખદ બાબત છે. તેમણે જાહેરાત કરી કે આગામી દિવસોમાં AAP પાર્ટી તરફથી ઘટનાસ્થળની મુલાકાત લેવામાં આવશે. અન્ય એક સવાલના જવાબમાં, ચૈતર વસાવાએ ભીલપ્રદેશની માગણીને યથાવત્ ગણાવી હતી અને ભાજપમાં જોડાવાની અટકળોને સ્પષ્ટપણે નકારી કાઢી હતી.