GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
ભરૂચમાં મતદારયાદી સુધારણા અભિયાન શરૂ: કલેક્ટરની નાગરિકોને સહભાગી થવા અપીલ
રિપોર્ટેડ બાય: કેતન મહેતા, ભરૂચપ્રકાશિત :
ભરૂચ, ભરૂચ જિલ્લામાં આગામી મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ–2026 અંતર્ગત મતદારયાદી શુદ્ધિકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળ ઘરઘર સર્વે હાથ ધરવામાં આવ્યો છે, જેમાં મતદારોની વિગતોનું પ્રમાણિકરણ કરવામાં આવી રહ્યું છે. આ સંદર્ભે, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગૌરાંગ મકવાણાએ તમામ નાગરિકોને આ સુધારણા પ્રક્રિયામાં સક્રિયપણે સહભાગી બની પોતાના મતદારહકને સુનિશ્ચિત કરવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે લોકશાહીના આધારસ્તંભ સમાન આ પ્રક્રિયામાં દરેક લાયક નાગરિકનું નામ મતદારયાદીમાં હોવું અનિવાર્ય છે. કલેક્ટર ગૌરાંગ મકવાણાએ વધુમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં જિલ્લાના તમામ મતદાન મથકો પર ખાસ કેમ્પોનું આયોજન કરવામાં આવશે. આ કેમ્પોમાં નવી મતદાર નોંધણી, સુધારણા, નામ કમી કરવા કે સ્થાનાંતરણ જેવી સેવાઓ ઉપલબ્ધ રહેશે, જેનો લાભ લેવા તેમણે નાગરિકોને અનુરોધ કર્યો છે.
