મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

આમોદ નજીક ઢાઢર નદી પાસે હિટ એન્ડ રન: અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા યુવક ગંભીર ઘાયલ

આમોદ નજીક ઢાઢર નદી પાસે એક ગમખ્વાર હિટ એન્ડ રનનો અકસ્માત સર્જાયો હતો. એક અજાણ્યા વાહનચાલકે વેડછા ગામના રહેવાસી રાજેશભાઈ નામના યુવકને ટક્કર મારતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને વાહનચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં ગંભીર ઇજાઓ થતાં રાજેશભાઈને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં તેમનો પરિવાર હોસ્પિટલ પહોંચ્યો હતો. આ મામલે સ્થાનિક પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.