GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
ભારતની સુરક્ષા સાથે ચેડાં કરનારને કિંમત ચૂકવવી પડશે: SOU ખાતે ભારતપર્વમાં યોગી આદિત્યનાથનો લલકાર
રિપોર્ટેડ બાય: કેતન મહેતા, ભરૂચપ્રકાશિત :
ફોટો 1 / 5
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) ની મુલાકાત લીધી અને સરદાર પટેલની 150મી જન્મજયંતિના વર્ષની ઉજવણીના ભાગ રૂપે આયોજિત 'ભારત પર્વ' માં હાજરી આપી હતી. આ અવસરે તેમણે ભારતના વિરોધીઓ અને આંતકવાદીઓને સખત શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે, "આ નવું ભારત છે. ભારતની સુરક્ષાને ખંડિત કરવાનો કોઈએ પણ પ્રયાસ કર્યો તો તેની કિંમત તેણે ચૂકવવી પડશે." તેમણે ભારત પર્વને એકતાનું ઉદાહરણ ગણાવ્યું હતું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સાથે યુપીના બંને નાયબ મુખ્યમંત્રીઓ કેશવપ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક પણ જોડાયા હતા. SOU ખાતે પહોંચતા પ્રવાસીઓએ 'જય શ્રીરામ' અને 'ભારત માતાકી જય' ના નારા સાથે તેમનું સ્વાગત કર્યું હતું. યોગી આદિત્યનાથે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વ્યુઇંગ ગેલેરીની મુલાકાત લીધી હતી. પોતાના સંબોધનમાં તેમણે સ્વતંત્ર ભારતના નિર્માણમાં સરદાર સાહેબના અમૂલ્ય યોગદાનને યાદ કર્યું અને જૂનાગઢના નવાબ તથા હૈદરાબાદના નિઝામને યોગ્ય માર્ગે લાવવાની તેમની દ્રઢતાને બિરદાવી હતી.





