મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

ભરૂચના ગોલ્ડન સ્ક્વેર શોપિંગ સેન્ટરના 9મા માળે આગ લાગતા નાસભાગ: ફાયર બ્રિગેડે કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ શહેરના જૂના નેશનલ હાઇવે પર એબીસી સર્કલ નજીક આવેલા ગોલ્ડન સ્ક્વેર શોપિંગ સેન્ટરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. શોપિંગ સેન્ટરના નવમા માળે આગ ભભૂકતાં તે ફ્લોર પરની ઓફિસોમાં કામ કરતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી, જોકે સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ઘટનાની જાણ થતાં જ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. સાતમા માળે કામ કરતા એક કર્મચારી જૈમિન પટેલે જણાવ્યું કે, આગની જાણ થતાં જ તેઓ ઝડપથી નીચે ઉતરી ગયા હતા. હાલમાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે હાજર રહીને પરિસ્થિતિને નિયંત્રણમાં લઈ રહ્યો છે.