મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

અટોદરા - ઓરબીટ સ્માર્ટ સ્કૂલની અંડર 17 ટીમનો કબડ્ડીની ફાઈનલમાં ભવ્ય વિજય

ઓરબીટ સ્માર્ટ સ્કૂલ અંડર 17 ટીમનો કબડ્ડીની ફાઈનલમાં ભવ્ય વિજય તા. 07-11-2025ના રોજ, ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલી કબડ્ડીની સ્પર્ધા કીમ ગામ ખાતે ભવ્ય આયોજન સાથે યોજાઈ હતી. આ સ્પર્ધામાં અનેક શાળાઓની પ્રતિભાશાળી ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ તીવ્ર સ્પર્ધામાં ઓરબીટ સ્માર્ટ સ્કૂલની અંડર-17 ટીમે ઉમદા રમતકૌશલ્ય, ટીમવર્ક અને અદમ્ય જીતની જિજ્ઞાસા દ્વારા સૌને મંત્રમુગ્ધ કરતા વિજેતા બનવાનો ગૌરવ પ્રાપ્ત કર્યો હતો. ખેલાડીઓએ સમગ્ર સ્પર્ધા દરમિયાન શિસ્ત, સંકલ્પ અને ટીમ સ્પિરિટનું ઉત્તમ પ્રદર્શન કરીને શાળાનું નામ ગૌરવપૂર્વક ઉંચું કર્યું હતું. ટીમને તૈયાર કરવા તથા ખેલાડીઓની પ્રતિભાને નીખારવા માટે મેક ઈન સ્પોર્ટ્સ એકેડેમીના પ્રતિભાશાળી કોચશ્રી હર્ષ રાજપૂત અને રાજવીર રાજપૂતનું માર્ગદર્શન મહત્વપૂર્ણ રહ્યું હતું. તેમની સંયમભરી તાલીમ, સતત પ્રોત્સાહન અને રમત પ્રત્યેનો જુસ્સો ખેલાડીઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યો હતો. આ સિદ્ધિ પ્રસંગે શાળાના સંચાલકશ્રી મનસુખભાઈ સરખેલીયાએ વિજેતા ટીમને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા તથા જણાવ્યું હતું કે – “વિદ્યાર્થીઓની આ જીત માત્ર મેદાનની જીત નથી, પરંતુ મહેનત, સમર્પણ અને ટીમસ્પિરિટનો વિજય છે.” તેમણે આગળના દિવસોમાં પણ ખેલ ક્ષેત્રે વધુ પ્રગતિ કરવા માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. ઓરબિટ સ્માર્ટ સ્કૂલ પરિવાર માટે આ ગૌરવપૂર્ણ સિદ્ધિ પ્રેરણારૂપ બની રહી છે, જે અન્ય વિદ્યાર્થીઓને પણ ખેલ અને શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટતા તરફ આગળ વધવા માટે પ્રોત્સાહિત કરશે.