GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
ગુજરાતના આણંદ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (SIR)નો પ્રારંભ
રિપોર્ટેડ બાય: પરમાર હિરેનકુમાર દેસાઈભાઈ, આણંદપ્રકાશિત :
ફોટો 1 / 5
તા.૦૪/૧૧/૨૦૨૫,મંગળવાર સમગ્ર ગુજરાતની સાથે તા. ૪ નવેમ્બરથી આણંદ જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમનો પ્રારંભ થયેલ છે. જે તા. ૪ થી ડીસેમ્બર સુધી ચાલનાર છે. આ કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લાના આશરે ૧૮ લાખ ૪ હજાર મતદારોના ઘરે ઘરે જઇને ૧૭૭૨ બુથ લેવલ ઓફિસર દ્વારા મતદાર ગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવનાર છે. આણંદ જિલ્લામાં આરંભાયેલા મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમમાં આણંદ જિલ્લાના મતદારોને સહયોગ આપવા અનુરોધ કરતાં આણંદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતુ કે, આણંદ જીલ્લાના તમામ મતદારોને હુ અપીલ કરુ છુ કે, બુથ લેવલ ઓફિસર જ્યારે આપના ઘરે મતદાર યાદી ખાસ સઘન સુધારણાની કામગીરી માટે આવે ત્યારે તેમને સંપુર્ણ સહયોગ આપી તેમના દ્વારા આપવામાં આવેલ ફોર્મ નિયત સમયમાં ભરીને પરત કરી જિલ્લાની મતદાર યાદી શુધ્ધ અને ક્ષતિરહિત બને તે માટેના કાર્યમાં સહભાગી થશો. આજે થી Booth Level Officers (BLOs) દ્વારા ઘર-ઘર જઇ મતદાર ગણતરી ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવ્યું. દરેક લાયક મતદારનું નામ મતદાર યાદીમાં જોડાય – એ માટે આપ સૌનો સહકાર જરૂરી છે. “લોકશાહીનો આધાર છે - ક્ષતિ રહિત મતદાર યાદી.”





