મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

વલ્લભસદન ખાતે તુલસી વિવાહની ભક્તિમય ઉજવણી

વલ્લભસદન ખાતે કાર્તિક મહિનાની શુભ એકાદશી નિમિત્તે તા.2.11.2025, રવિવારે તુલસી વિવાહની ભવ્ય ઉજવણી ભક્તિભાવ સાથે યોજાઈ હતી. તુલસી (શ્રીમતી લક્ષ્મીજીનું રૂપ) અને ભગવાન શાલિગ્રામજી (શ્રીવિષ્ણુનું સ્વરૂપ)ના પવિત્ર વૈવાહિક સંયોગનો આ પ્રસંગ ભક્તજનો માટે આનંદ અને આસ્થાનો પર્વ બની રહ્યો. શ્રીવિષ્ણુજી નો વરઘોડો DJ ના તાલ સાથે વાજતે ગાજતે મીઠાખળી અંડરપાસ થઈ ને વલ્લભસદન પહોંચ્યો હતો.કાર્યક્રમ દરમિયાન તુલસી કુંડને ફૂલો અને દીવડા વડે શણગારવામાં આવ્યો હતો. પંડિતશ્રીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિવત વિવાહવિધિ પૂર્ણ કરાવી. તુલસીજીને કન્યાના રૂપમાં અને શાલિગ્રામજીને વરરાજા તરીકે સજાવવામાં આવ્યા હતા. વિવાહ બાદ ભજન-કીર્તન, આરતી અને પ્રસાદ વિતરણથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ભક્તોએ ઉપવાસ, પૂજન અને દાન કરીને સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. તુલસી વિવાહ બાદ પરંપરા મુજબ હવે લગ્ન પ્રસંગોની મોસમનો આરંભ માનવામાં આવે છે. 📍 સ્થળ: વલ્લભસદન પરિસર, અમદાવાદ 📅 તારીખ: 2 નવેમ્બર, 2025