મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

વલ્લભસદન ખાતે ભાગવત કથામાં રૂક્ષ્મણી વિવાહની ભવ્ય ઉજવણી

શ્રીમદ ભાગવત કથાના પાવન પ્રસંગ અંતર્ગત આજે શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણી વિવાહોત્સવનો આનંદભર્યો કાર્યક્રમ ભાવભેર ઉજવાયો. ઢોલ નગારા સાથે શ્રી કૃષ્ણ આગમન, મામેરું અને રૂક્ષ્મણી નો લગ્ન મંડપ માં પ્રવેશ કરાવ્યો.ભક્તિ અને પ્રેમના આ અદ્વિતીય મિલનને નિહાળવા મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા. પંડાલને સુશોભિત પુષ્પો થી સજાવવામાં આવ્યો હતો. કથાવાચક પુજ્ય પંડિતશ્રીએ ભાગવતના દશમ સ્કંધમાં વર્ણવાયેલા રૂક્ષ્મણીહરણ અને વિવાહ પ્રસંગનું રસપ્રદ અને ભાવવાહી વર્ણન કર્યું. ભગવાન શ્રીકૃષ્ણે ભક્તિરૂપ રૂક્ષ્મણીજીનું હરણ કરીને તેમની સાથે વૈદિક વિધિથી વિવાહ કર્યા તે પ્રસંગે ભક્તો આનંદથી ભરાઈ ગયા. શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના મંગલગીતો ગુંજી ઉઠ્યા, ભક્તોએ પરંપરાગત વેશભૂષામાં શોભાયાત્રામાં ભાગ લીધો અને મંડપમાં "જય શ્રીકૃષ્ણ રૂક્ષ્મણી" ના ઉલ્લાસભેર જયઘોષ થયા. કાર્યક્રમ અંતે સર્વે ભક્તોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું. મહેક પટેલે શ્રી કૃષ્ણ નું અને નીતિ પટેલે રૂક્ષ્મણી નું રૂપ ધારણ કર્યું હતું. આ પવિત્ર પ્રસંગે સમગ્ર વાતાવરણમાં દિવ્ય આનંદ, ભક્તિ અને પ્રેમની સરસ સુગંધ ફેલાઈ ગઈ હતી. રૂક્ષ્મણી વિવાહોત્સવ ભક્તિભાવથી ઉજવાતા સૌના હૃદયમાં શ્રીકૃષ્ણ પ્રત્યે વધુ સમર્પણ અને શ્રદ્ધા વધારતો પ્રસંગ બની રહ્યો.