મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

જામનગરમાં તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ સાંસદસભ્ય વિક્રમભાઈ માડમની આગેવાનીમાં અસરગ્રસ્ત ખેડૂતોના સમર્થનમાં વિશાળ રેલી યોજી જિલ્લા પંચાયત કચેરી ખાતે અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું.

જામનગરમાં તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ તથા આસપાસનાં ગામોના ખેડૂતોએ છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદ અને વાવાઝોડા જેવી પ્રાકૃતિક આફતોના કારણે કપાસ-મગફળી સહિતના પાકો નિષ્ફળ જતા તાત્કાલિક સહાયની માંગ સાથે ટ્રેક્ટરમાં નિષ્ફળ પાકનાં નમૂનાઓ લઈ સૂત્રોચ્ચાર કરી વિશાળ રેલી યોજી જામનગર જિલ્લા પંચાયત સ્થિત જિલ્લા ખેતીવાડી અધિકારીને મુખ્યમંત્રી તથા કૃષિ મંત્રી સંબોધિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તેમજ આવેદનપત્રમાં તમામ અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવા, ખેડૂતો પર રહેલા કૃષિ લોન તથા સહકારી બેંકના બોજાને માફ કરવા, પશુપાલન માલધારી માટે ઘાસચારાની તાત્કાલિક વ્યવસ્થા કરવા અને વિસ્તારવાર નુક્સાનનું સર્વેક્ષણ કરી સીધા ખેડૂતોના ખાતમાં રાહત રકમ જમા કરાવવાની માગણી સહિતના મુદ્દાઓ અંગે પણ રજૂઆતો કરવામાં આવી હતી. આ વિશાળ રેલીમાં પૂર્વ સાંસદસભ્ય વિક્રમભાઈ માડમ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ કથરિયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઈકબાલભાઈ સુમરા, કાસમભાઈ ખફી, પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ મુસડિયા, જે.પી. મારવિયા, અન્ય હોદ્દેદારો, કાર્યકરો તેમજ અસરગ્રસ્ત ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતાં.