GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
જામનગર મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્રનાં સંયુક્ત ઉપક્રમે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમનું આયોજન
રિપોર્ટેડ બાય: મનીષ પંડયા, જામનગરપ્રકાશિત :
ફોટો 1 / 5
અખંડ ભારતનું નિર્માણ કરનાર લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે જામનગર મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘રન ફોર યુનિટી’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડને તમામ મહાનુભાવો અને પદાધિકારીઓ દ્વારા ધ્વજ ફરકાવીને રણમલ તળાવ ખાતેથી પ્રસ્થાન કરાવ્યા બાદ પટેલસમાજ, રણજીતનગર સ્થિત સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને પૂર્ણ કરવામાં આવી હતી. ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલી દોડમાં શિક્ષણમંત્રી રીવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, કલેક્ટર કેતનભાઈ ઠક્કર, મ્યુનિસિપલ કમિશ્નર ડી.એન.મોદી, એસ.પી. રવિ મોહન સૈની, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શહેર ભાજપા પ્રમુખ બીનાબેન કોઠારી, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, પૂર્વ શહેર પ્રમુખ વિમલભાઈ, દંડક કેતનભાઈ નાખવા, શાસક પક્ષ નેતા આશિષભાઈ જોષી સહિતના JMC નાં કોર્પોરેટરો,હોદ્દેદારો,અધિકારીઓ તેમજ વિવિધ કેડેટ્સ ની બટાલિયન ટુકડીઓ, ફોર્સ નાં બ્રિગેડિયર, હોમગાર્ડ સ્ટાફ, ત્રણેય પાંખ ના અધિકારીઓ, યુવાનો, મહિલાઓ, બાળકો વગેરે તમામ મોટી સંખ્યામાં જોડાયા હતાં તેમજ દોડ સાથે યોજાયેલ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમમાં પણ તમામ મહાનુભાવો અને પદાધિકારીઓ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરી એકતા અને સ્વચ્છતા નો સંદેશો નગરજનોને આપ્યો હતો.





