મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

ધોરાજી ત્રણ દરવાજા ખાતે ઐતિહાસિક તોપની શોધ — હેરીટેજ તરીકે સંરક્ષણની માંગ

ધોરાજી ત્રણ દરવાજા ખાતે ઐતિહાસિક તોપની શોધ — હેરીટેજ તરીકે સંરક્ષણની માંગ — ફોટો 1

ધોરાજી ત્રણ દરવાજા ખાતે ઐતિહાસિક તોપની શોધ — હેરીટેજ તરીકે સંરક્ષણની માંગ ધોરાજી : ધોરાજી શહેરના ત્રણ દરવાજા બાજુ માં કુલ આઠ ઐતિહાસિક તોપ જમીન માં દાટેલી હાલત માં હોવાનું જાણવા મળ્યું છે. માનવામાં આવે છે કે આ તોપ ગોંડલ સ્ટેટના મહારાજા ભગવતસિંહજીના શાસનકાળ દરમિયાન સ્થાપિત કરવામાં આવી હતી. તોપ હાલ જમીનમાં ઊંડે દાટેલી હાલતમાં છે, અને સ્થાનિક નાગરિકોએ તેને હેરીટેજ તરીકે જાહેર કરી સંરક્ષણ અને પ્રદર્શન માટે વિસ્થાપિત કરવાની માંગ ઉઠાવી છે. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે આ તોપ ધોરાજીના ઇતિહાસ અને ગૌરવનું પ્રતિક છે. જો આ તોપને યોગ્ય રીતે બહાર કાઢી શહેરના ચોંક કે સરકારી જાહેર સ્થળે ગોઠવવામાં આવે, તો તે ધોરાજી શહેરના પર્યટન અને સંસ્કૃતિ માટે આકર્ષણનું કેન્દ્ર બની શકે. આ બાબતે નાગરિકોએ ડેપ્યુટી કલેક્ટરશ્રી ધોરાજીને લેખિત રજૂઆત કરી છે કે પુરાતત્ત્વ વિભાગની સહાયથી તોપને સુરક્ષિત રીતે જમીનમાંથી બહાર કાઢવામાં આવે અને તેના સંરક્ષણ માટે યોગ્ય પગલાં લેવામાં આવે. ધોરાજી શહેર હંમેશાં પોતાના ઈતિહાસ, કિલ્લા અને રાજવી વારસાને લઈને જાણીતું રહ્યું છે. આ તોપ જો હેરીટેજ રૂપે જાહેર કરવામાં આવશે તો શહેરના વારસાને નવો જીવ મળશે. જયેશ જી ડાંગર