મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

ભાગવત કથામાં ગોવર્ધન પૂજા અને અન્નકૂટ ઉત્સવની આનંદમય ઉજવણી -વલ્લભસદન અમદાવાદ ખાતે

વલ્લભસદન ખાતે શરૂ થયેલી શ્રીમદ્ ભાગવત કથાના પ્રસંગ દરમ્યાન તા ૩૦.૧૦.૨૦૨૫ ગુરુવારે ગોવર્ધન પૂજા અને અન્નકૂટ ઉત્સવની ખૂબ જ ભક્તિપૂર્ણ અને આનંદમય ઉજવણી કરવામાં આવી. કથાકારશ્રીએ ગોવર્ધન લિલાનું હૃદયસ્પર્શી વર્ણન કરતાં જણાવ્યું કે કેવી રીતે બાળકૃષ્ણે ગોકુળવાસીઓને ઈન્દ્રપૂજા છોડીને ગોવર્ધન પર્વતની પૂજા કરવા પ્રેર્યા. સૌ ગોપાલો અને ગોપીઓએ શ્રીકૃષ્ણની આજ્ઞાથી ગોવર્ધન પર્વતની પૂજા કરી, વિવિધ ભોજન, દૂધ, દહીં, માખણ અને મીઠાઈઓ અર્પણ કરી “ગોવર્ધન મહારાજ”ની આરતી ઉતારી. આ પ્રસંગને જીવંત કરવા માટે ભક્તોએ વિવિધ અન્ન અને મીઠાઈઓથી અન્નકૂટ તૈયાર કરી ભગવાન શ્રીકૃષ્ણને અર્પણ કર્યો અને સૌએ પ્રસાદરૂપે ભોજન લીધું. કથાકારશ્રીએ જણાવ્યું કે ગોવર્ધન પૂજા આપણને કુદરત, ગાયો અને પર્યાવરણ પ્રત્યે આભાર વ્યક્ત કરવાની પ્રેરણા આપે છે અને અહંકારના ત્યાગ સાથે સમર્પણભાવથી ભગવાનની ભક્તિ કરવી એ જ સાચી ઉપાસના છે. અંતે “જય ગોવર્ધનધારીલાલકી”ના ઘોષથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું અને ભક્તિમય વાતાવરણમાં સૌએ ઉત્સવનો આનંદ માણ્યો.