GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
જામનગરમાં જલારામ જયંતિ મહોત્સવ સમિતિ દ્વારા જલારામ બાપાની ૨૨૬મી જન્મજયંતી નિમિત્તે ભવ્ય ઉજવણી
રિપોર્ટેડ બાય: મનીષ પંડયા, જામનગરપ્રકાશિત :
ફોટો 1 / 5
સંત શિરોમણી પરમ પૂજ્ય શ્રી જલારામ બાપાની ૨૨૬મી જન્મજયંતિના પાવન અવસરે પ્રણામી સ્કૂલ ગ્રાઉન્ડ,જામનગર ખાતે શ્રી જલારામ જયંતિ મહોત્સવ સમિતિ, જામનગર દ્વારા થેલેસેમિયા ટેસ્ટિંગ કેમ્પ, સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિ સમૂહ ભોજન, જલારામ રથ દ્વારા પ્રસાદ વિતરણ, લોહાણા સમાજના સમૂહ ભોજન તથા ગુજરાત રઘુવંશી લોહાણા સમાજની ડિજિટલ વસ્તી ગણતરી સહિતના વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વિશેષમાં આજના પાવન પ્રસંગે દાતાશ્રીઓ દ્વારા નવી લોહાણા મહાજન વાડીના નિર્માણ માટે પણ જામનગર લોહાણા મહાજનના હોદ્દેદારોને ચેક અર્પણ કરવામાં આવ્યા હતાં જેમાં મુખ્ય દાતા તરીકે રાજ્યસભા સાંસદ પરિમલભાઈ નથવાણીએ ૧,૧૧,૧૧,૧૧૧ રૂપિયાનો ચેક તથા લાલ પરિવારના મંજુલાંબેન હરીદાસ લાલનાં હસ્તે એચ.જે.લાલ ચેરિટેબલ ટ્રસ્ટનો ૧,૧૧,૧૧,૧૧૧ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો અને આ દાનને સમગ્ર જ્ઞાતિબંધુઓએ બિરદાવીને “જય જલારામ”ના નાદ સાથે આનંદ વ્યક્ત કર્યો હતો. આ અવસરે મુખ્ય અતિથિ તરીકે લોહાણા સમાજના અગ્રગણ્ય માનનીય રાજ્યસભા સાંસદ પરિમલભાઈ નથવાણી, જામનગર જિલ્લા કલેક્ટર કેતનભાઈ ઠક્કર તથા લોહાણા સમાજના જાણીતા ઉદ્યોગપતિ અને અખિલ ગુજરાત લોહાણા પ્રમુખ જીતુભાઈ લાલ, જામનગર લોહાણા પ્રમુખ ભરતભાઈ મોદી, ઉપપ્રમુખ ચેતનભાઈ માધવાણી, જીટીપીએલ જામનગર ન્યુઝચેનલનાં જયેશભાઈ રૂપારેલીયા, પત્રકાર ગિરીશભાઈ ગણાત્રા સહિતના સમાજના મહાનુભાવો, સંસ્થાના આગેવાનો, સામાજિક કાર્યકરો, રાજકીય અગ્રણીઓ તેમજ જ્ઞાતિબંધુઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.





