GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
સુરતના પૂણામાં વેપારીના બંધ ફ્લેટમાંથી ૨૧.૧૮ લાખની ચોરી
રિપોર્ટેડ બાય: ગૌતમ ધાંધલીયા, SURATપ્રકાશિત :

પરવત પાટીયા શુભમ હાઈટ્સમાં રહેતા કાપડ વેપારી પરિવાર સાથે બહાર ગામ ગયો હતો. તે દરમિયાન તેમના બંઘ ફ્લેટનો તસ્કરોએ ફાયદો ઉઠાવ્યો હતો. મુખ્ય દરવાજાનો લોક તોડી અંદર ઘુસે્લા તસ્કરો લાકડાના કબાટના ડ્રોવરમાંથી રૂપીયા ૨૧.૧૮ લાખના મત્તાના સોનાના દાગીના ચોરી ફરાર થઈ ગયા હતા.
પૂણા પોલીસના જણાવ્યા મુજબ મૂળ રાજસ્થાન, બાડમેર, જટીયો કા પુરાના વાસના વતની અને હાલ સુરત શહેર પરવત પાટીયા રાજ ટાવરની સામે શુભમ હાઈટ્સમાં રહેતા ૫૭ વર્ષીય જગદીશચંદ નેમીચંદ બોહરા ગ્લોબલ માર્કેટમાં શ્રી શંખેશ્વર ટેક્ષટાઈલ નામથી ગ્રે કાપડનો ધંધો કરે છે. જગદીશચંદ પરિવાર સાથે ૧૫ ઓક્ટોબરના રોજ જયારે ગત તા ૧૮મીના રોજ તેનો દીકરો અને દીકરી વતન આવ્યા હતા. આ દરમિયાન તેમના બંધ ફ્લેટને તસ્કરોએ નિશાન બનાવ્યો હતો. તસ્કરોએ તેમના ફ્લેટના મુખ્ય દરવાજાનો લોક કોઈ સાધનથી તોડી અથવા ડુપ્લીકેટ ચાવીથી ખોલીને અંદર ઘુસી ચોરી કરી નાસી ગયા હતા. ૨૬મીના રોજ જગદીશચંદની દીકરી રક્ષાદેવીને કોઈ કે ફોન કરી ઘરમાં ચોરી થઈ હોવાની જાણ કરી હતી. જગદીશચંદએ સોસાયટીના પ્રમુખïને બનાવ અંગે જાણ કર્યા બાદ ૨૭મીના રોજ તેઓ સુરત આવી ગયા હતા અને ઘરે તપાસ કરતા તસ્કરો બેડરૂમમા લાકડાના કબાટની તિજારીમાંથી ૨૧.૧૮ લાખના મત્તાના સોનાના દાગીના ચોરી થઈ હોવાનુ બહાર આવતા પોલીસમાં ફરિયાદ નોધાવી હતી.
