GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
સુરતના અડાજણમાં મેકઅપ આર્ટીસ્ટ મહિલા ઉપર હુમલો કરી લૂંટી લેવાઈ
રિપોર્ટેડ બાય: ગૌતમ ધાંધલીયા, SURATપ્રકાશિત :

અડાજણમાં કેદારનાથ એપાર્ટમેન્ટના પાર્કિંંગમાં આ બનાવ બન્યો છે. જેમાં કહાર પરિવાર સામે ગુનો નોંધાયો છે. ભારતીબેન ગામીતને માથામાં પાવડો મારી ૨૦ હજારની કિંમતનો મોબાઈલ લૂંટી લેવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ જહાંગીરપુરા, વૈષ્ણોદેવી રોડ, સૂડા સંસ્કૂતી આવાસમાં રહેતા અને મેકઅપ આર્ટીસ્ટનું કામ કરતા ૩૦ વર્ષીય ભારતીબેન ભાઈલાલભાઈ ગામીત ગઈકાલે ૨૮મીના રોજ બપોરના અઢી વાગ્યાના આરસામાં અડાજણ. ભૂમી કોમ્પ્લેક્ષની બાજુમાં, કેદારનાથ એપાર્ટમેન્ટમાં રહેતી તેની બહેન વિભીન્તા ગામીતના ઘરે કામ હોવાથી ગયા હતા. ભારતીબેનએ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં મોપેટ પાર્ક કરી તેની બહેનના ઘરે જતી વખતે પહેલા માળે રહેતા હેમંત કહાર, ભાર્ગવ કહાર, સુનીતા કહાર, અને જાનવી કહારે ગાડી પાર્ક કરવા બાબતે તેમની સાથે ઝઘડો કરી ઢીકમુક્કીનો માર મારતા તેઓ દોડીને નીચે પાર્કિંગમાં આવી ગયા હતા. ભારતીબેનને તેની બહેન અને બનેવીને બોલાતા તેઓ આવતા કહાર પરિવારે તેમની સાથે પણ ગાળાગાળી કરી ઢીકમુક્કીનો મારમાર્યો હતો. સુનીત કહારે માથામાં પાવડો મારી તેના હાથમાંથી રૂપિયા ૨૦ હજારની કિંમતનો આઈફોન લૂંટી લીધો હતો. બનાવ અંગે અડાજણ પોલીસે ભારતીબેનની ફરિયાદને આધારે હેમંત કહાર, તેની પત્ની સુનીતા કહાર, પુત્ર ભાર્ગવ અને પુત્રી જાનવી સામે ગુનો દાખલ કરી આાગળની કાર્યવાહી હાથ ધરી છે.
