મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

સુરતમાં ગોપીપુરાના વૂદ્વની મિલકત માતા-ભાઈએ પચાવી પાડી

સુરતમાં ગોપીપુરાના વૂદ્વની મિલકત માતા-ભાઈએ પચાવી પાડી — ફોટો 1

ગોપીપુરામાં રહેતા ૬૮ વર્ષીય વુદ્વની ઘર નજીક આવેલ પિતાની મિલકત તેની માતા-ભાઈઓએ બે મળતીયાઓ સાથે મળી પચાવી પાડી હતી. આરોપીઓએ વુદ્વનું વારસાઈમાંથી નામ કમી કરાવી બોગસ પેઢીનામું બનાવી સીટી સર્વેના રેકર્ડમાં રજુ કરી મિલકત પોતાના નામે કરી લીધી હતી. પોલીસે વૂદ્વની ફરિયાદને આધારે તેની માતા, બે ભાઈઓ તેમજ સાક્ષીમાં રહેલા બે મળી પાંચ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અઠવાલાઈન્સ પોલીસના જણાવ્યા મુજબ ગોપીપુરા મેઈન રોડ ખાતે રહેતા ૬૮ વર્ષીય હરીશભાઈ ચંપકલાલ જરીવાલાના પિતાની માલીકીની ગોપીપુરામાં વોર્ડ નં-૮, રેવન્યુ સર્વે નં-૨૪૪ વાળી મિલ્કત આવેલી છે. આ મિલ્કત ઉપર મોઢેશ્વર મહાદેવની પોળ, ગોપીપુરા ખાતે રહેતા તેની માતા સુશીલાબેન ચંપકલાલ જરીવાલા, ભાઈ રાજેશ ચંપકલાલ જરીવાલા, નરેશ ચંપકલાલ જરીવાલાની દાનત બગડી હતી. અને મિલકત પચાવી પાડવા માટે હરીશભાઈ જરીવાલાનું પિતાના વારસદારમાં નામ નહી બતાવી બોગસ પેઢીનામું બનાવી તેમનો મિલ્કતમાંથી હક્ક હિક્સો ડુબાડ્યો હતો. આરોપીઓએ આ બોગસ પેઢીનામું અને એફીડેવીટનો સીટી સર્વે રેકર્ડમાં ખરા તરીકે રજુ કર્યો હતો જેમાં છબીલદાસ ભગવાનદાસ રાણા (રહે, ગોપીપુરા) અને કનૈયાલાલ કાંતીલાલા રાણા (રહે, લાલીમા સોસાયટી, ઉધના)એ ખોટી જુબાની આપી હતી. પોલીસે હરીશભાઈની ફરિયાદ લઈ તેની માતા સુશીલાબેન, ભાઈ નરેશ, રાજેશ અને જુબાની આપનાર બંને સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.