GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
છોટીકાશી જામનગર ખાતે ફલીયા પરીવારનાં આંગણે સર્વ પિતૃઓ ના મોક્ષાર્થે પ્રખ્યાત કથાકાર જીજ્ઞેશ દાદા(રાધે-રાધે) ના વ્યાસાસને આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહના પાંચમા દિવસે ગોવર્ધન લીલા,છપ્પન ભોગ તથા મનોરથ જેવા વિવિધ પ્રસંગો યોજાયા :-
રિપોર્ટેડ બાય: મનીષ પંડયા, જામનગરપ્રકાશિત :
ફોટો 1 / 5
જામનગરના “શિવધામ” પટેલ વાડી ખાતે ફલીયા પરિવાર દ્વારા સર્વ પિતૃઓ ના મોક્ષાર્થે પ્રખ્યાત કથાકાર શ્રી જીજ્ઞેશ દાદા(રાધે-રાધે) ના વ્યાસાસને તા.૨૩/૧૦ થી ૨૯/૧૦ સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં કથાના પાંચમા દિવસે ગોવર્ધન લીલા,છપ્પન ભોગ તથા મનોરથ સહિતના ઉત્સવો ઉજવવામાં આવ્યા હતાં. શ્રીકૃષ્ણના ઉપદેશોથી જીવનમાર્ગને પ્રકાશિત કરનાર આ ભાગવત કથા પ્રસંગે જામનગરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, પૂર્વ પ્રદેશ પ્રમુખ તથા પૂર્વ કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ, જિલ્લા ભાજપ પ્રમુખ વિનોદભાઈ ભંડેરી, પૂર્વ શહેર પ્રમુખ વિમલભાઈ કગથરા, દંડક કેતનભાઈ નાખવા સહિતના નેતાઓ, વિવિધ સમાજના અગ્રણીઓ, સંસ્થાના આગેવાનો, સામાજિક કાર્યકરો અને મોટી સંખ્યામાં જામનગરના ધર્મપ્રેમી ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ જ્ઞાનયજ્ઞ પ્રસંગે તમામે સહભાગી બનીને વ્યાસપીઠના દર્શન તથા જીજ્ઞેશદાદાના મુખેથી કથા શ્રવણ કરવાનું સદભાગ્ય પ્રાપ્ત કર્યું હતું.





