મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

વલ્લભસદન, આશ્રમ રોડ અમદાવાદ ખાતે શ્રીમદ્ ભાગવત  પારાયણ મહોત્સવનો ભવ્ય પ્રારંભ

તા ૨૬-૧૦-૨૦૨૫ લાભ પાંચમના શુભ દિવસે વલ્લભસદન, આશ્રમ રોડ અમદાવાદ ખાતે શ્રીમદ્ ભાગવત  પારાયણ મહોત્સવ નો ભવ્ય પ્રારંભ ધાર્મિક ઉલ્લાસ અને ભક્તિભાવપૂર્વક કરવામાં આવ્યો હતો. આ કથાનું આયોજન નયનાબેન અને રાજેશ ભાઈ પટેલ ના અમૃત વર્ષ નિમિત્તે  કરવામાં આવ્યું છે. પ્રારંભ પ્રસંગે મહારાજ શ્રી ના સાંનિધ્યમાં  પોથી યાત્રા  નો રંગે ચંગે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. વલ્લભસદન મંદિર ગિરિરાજ પરિક્રમા બાદ કથા નો પ્રારંભ થયો હતો . કથાવાચનનો આરંભ પ.પૂ. ડૉ કર્ણવભાઈ શાસ્ત્રી (કડી) મહારાજશ્રીએ કર્યો હતો. તેમણે શ્રીમદ્ ભાગવતના મહિમા, ભક્તિ અને ધર્મના તત્વોને સરળ ભાષામાં સમજાવતા સૌ ભક્તોને આદરણીય સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા અને શ્રીકૃષ્ણના દિવ્ય સ્મરણમાં લીન થઈ ભક્તિરસમાં તરબોળ બન્યા હતા. વલ્લભ સદન ખાતે 1.11.2025 સુધી સાત દિવસ દરરોજ બપોરે  ૨થી ૬ સુધી ભાગવત પારાયણ યોજાશે. આયોજકો તરફથી સર્વે શ્રદ્ધાળુ ભક્તોને વિનંતી કરવામાં આવે છે કે પરિવાર સાથે હાજરી આપી આ પવિત્ર પ્રસંગનો લાભ લે.