GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
જામનગરના વંદે માતરમ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા લાઈફ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના જરૂરિયાતમંદ બાળકો સાથે દિવાળી પર્વની ઉજવણી
રિપોર્ટેડ બાય: મનીષ પંડ્યા, જામનગરપ્રકાશિત :
ફોટો 1 / 5
૨૦/૧૦/૨૫ સોમવારના રોજ દર વર્ષ ની જેમ આ વર્ષે પણ વંદે માતરમ્ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા લાઈફ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ ખાતે શ્રી ચંપાબેન પરમાર અને પાયલબેન પરમાર ના સંયુક્ત ઉપક્રમે જરૂરિયાતમંદ વર્ગ ના બાળકો ને નાસ્તો કરાવી, મીઠાઈ આપી અને ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. આ સેવાકીય કાર્યમાં જામનગર જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મસમાજ(સૌરાષ્ટ્ર કચ્છ) યુવાટીમ, જાડેજા સર(SiR એન્જીનીયરીંગ ક્લાસિસ), મિતેષ સર (શ્રી મહાદેવ ગ્રુપ), ABVP જામનગર ના કાર્યકર્તાઓ, સંસ્થાના સભ્યો અને દાતાશ્રીઓ જોડાયા હતા તેમજ સૌનાં સહયોગ બદલ વંદે માતરમ્ ફાઉન્ડેશન ટ્રસ્ટે હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.





