મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

અમદાવાદમાં યોજાયેલા મિશન નવ ભારતનાં શપથવિધિ સમારોહમાં જામનગર જિલ્લા પ્રમુખ સહિત અનેક હોદ્દેદારોનું સન્માન

તારીખ ૩/૧૦/૨૦૨૫ ના રોજ મિશન નવ ભારતનો શપથ સમારોહ અમદાવાદ શહેરની મુખ્ય શાખા મણીનગર ખાતે યોજાયો હતો.આ સમારંભમાં તમામ સભ્યોએ એક સ્વરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના સપનાનું નવું ભારત બનાવવા માટે શપથ લીધી હતી તેમજ શપથના મુખ્ય વિષયો જેવા કે ભ્રષ્ટાચાર મુક્ત ભારત, સ્વદેશી અપનાવો, બ્લડ ડોનેશન અને જળ સંરક્ષણ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ શપથ સમારોહ મિશન નવ ભારતના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી ભાનુભાઈ મેરનાં નેતૃત્વ હેઠળ યોજાયો હતો જેમાં મિશન નવ ભારતનાં રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રવિ ચાણક્યજીનાં અધ્યક્ષસ્થાને તેમજ આંતરરાષ્ટ્રીય સંત બૌદ્ધિક મંચના મહામંત્રી પરમ પૂજ્ય શ્રી શંકરગિરી મહારાજની વિશેષ ઉપસ્થિતિમાં જામનગર જિલ્લા પ્રમુખ અક્ષયભાઈ માડમ, પ્રદેશ મહામંત્રી સુનિલ મહેતા, જામનગર શહેર પ્રમુખ રાજેશ કારીયા તથા ગુજરાત પ્રદેશ અને જામનગર જિલ્લા ના મહિલા હોદ્દેદારોનું ભારત માતા ની છબી અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું.