GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
ગુજરાતના ભૂપેન્દ્ર પટેલના નવા રચાયેલા મંત્રી મંડળમાં હાલારનાં જામનગર(ગ્રામ્ય)ના રાઘવજીભાઈ પટેલ અને જામખંભાળિયાના મુળુભાઈ બેરા મંત્રી મંડળમાંથી બહાર જ્યારે જામનગર(ઉત્તર) બેઠક પરના રિવાબા જાડેજાનો નવા મંત્રી મંડળમાં સમાવેશ:-
રિપોર્ટેડ બાય: મનીષ પંડયા, જામનગરપ્રકાશિત :
ફોટો 1 / 5
ગુજરાત રાજ્ય મંત્રી મંડળની પુનઃ રચનાને લીલીઝંડી અપાયા પછી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પોતાના તમામ ૧૬ પ્રધાનોના રાજીનામા સ્વીકારી લીધા હતા ત્યારબાદ રાજ્યપાલ સાથે મુખ્યમંત્રીની મુલાકાત પછી નવા મંત્રી મંડળની યાદી સત્તાવાર રીતે જાહેર કરી હતી અને નવા મંત્રીઓનો શપવિવિધ સમારોહ મહાત્મા ગાંધી મંદિર ખાતે યોજાયો હતો જેમાં રાજ્યપાલ દેવવ્રતે નવા મત્રીઓને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં. ગુજરાતમાં છેલ્લા પાંચેક દિવસથી ચાલી રહેલી રાજકીય રસાકસી નો અંત આવ્યો હતો જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ૧૯ નવા અને ૬ રીપીટ ચહેરાઓ સાથે કુલ ૨૬ સભ્યોના નવા મંત્રી મંડળની રચના કરી હતી. આ સમારોહમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા તેમજ ધારાસભ્યો,રાજકીય આગેવાનો અને કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.





