GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
છોટીકાશી તરીકે ઓળખાતા જામનગરને vyo પ્રેરિત વ્રજધામ હવેલીની સુવર્ણ ભેટ
રિપોર્ટેડ બાય: મનીષ પંડયા, જામનગરપ્રકાશિત :
ફોટો 1 / 5
જામનગરના લાલપૂર બાયપાસ રોડ પાસે આવેલ સહજાનંદ પાર્ક ખાતે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના(VYO) સંસ્થાપક અનંત વિભૂષિત વૈષ્ણવાચાર્ય પુ.પા.ગો. ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી ના શુભહસ્તે વ્રજધામ હવેલીનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મનોરથી યજમાન તરીકે પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ સુરેશભાઈ કાછડીયા તથા તેમનો પરિવાર ઉપસ્થિત રહ્યો હતો તેમજ સમગ્ર પરિવાર દ્વારા આ ભવ્ય હવેલી માટે અંદાજે ૧૦૦૦૦ સ્ક્વેર ફૂટ એટલે કે આશરે ૪ કરોડની જગ્યા ભૂમિ દાનમાં અર્પણ કરવામાં આવી હતી. વિશેષમાં આ હવેલીનાં સંકુલમાં શિક્ષણ સહિતની વિવિધ સુવિધાઓ પણ વિકસાવવામાં આવશે. આ સમારોહ માં ભૂમિપૂજન વિધિ બાદ દીપોત્સવ, વચનામૃત અને ભોજન પ્રસાદ સહિતના પ્રસંગો યોજાયા હતાં જેમાં જામનગરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જાણીતા ઉદ્યોગપતિ અને અગ્રણી જીતુભાઇ લાલ, પૂર્વ શહેર અધ્યક્ષ વિમલભાઈ કગથરા સહિત અનેક સંસ્થાના મહાનુભાવો , રાજકીય અગ્રણીઓ, વેપારી આગેવાનો, સામાજિક કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં વૈષ્ણવો અને નગરજનો ઉત્સાહભેર જોડાયા હતાં.





