મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

જામનગર શહેરને આગામી દિવસોમાં મળશે સૌરાષ્ટ્રનાં સૌથી લાંબા બ્રિજની વિકાસરૂપી ભેટ

જામનગર શહેરમાં ઓગસ્ટ ૨૦૨૧ થી શરૂ થયેલા સૌરાષ્ટ્રનાં સૌથી લાંબા બ્રિજનું લોકાર્પણ હવે ટૂંક સમયમાં એટલે કે દિવાળી સુધીમાં કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે કેમકે તાજેતરમાં જ આ બ્રિજનું નિરીક્ષણ ધારાસભ્ય તથા કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા , કમિશનર ડી.એન.મોદી સહિતના પદાધિકારીઓ દ્વારા કરાયું હતું અને સાથે બ્રિજની મજબૂતાઈ અંગે જરૂરી ટેસ્ટિંગ પણ પૂર્ણ કરવામાં આવ્યું હતું. ઊલ્લેખનીય છે કે ૩.૫ કિ.મી. લાંબો, ૧૩૯ પિલર ધરાવતો અને ૨૨૬ કરોડના ખર્ચે આધુનિક ટેકનોલોજી સાથે સજ્જ આ સૌરાષ્ટ્રનો સૌથી લાંબો બ્રિજ એ જામનગરના વિકાસ માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે તથા આ ઓવરબ્રિજ નીચે પેઈડ પાર્કિંગ, ફૂડ ઝોન, ગેમ ઝોન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે તેમજ વિશેષમાં સાત રસ્તા સર્કલ ઓવરબ્રિજ પર લલિત કલા અકાદમી દ્વારા ઓપરેશન સિંદૂરની થીમ સાથે વિકાસ કાર્યો આધારિત ભીત ચિત્રોનું સુંદર આલેખન પણ બ્રીજની શોભા અને વિકાસનું પ્રતિક બની રહેશે.