મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

જામનગરની વી.એમ.મહેતા કૉલેજ ખાતે RSS દ્વારા શતાબ્દી મહોત્ત્સવ નિમિત્તે વિજયાદશમીની ઉજવણી

સંઘ એટલે શિસ્ત, સંઘ એટલે સેવા, સંઘ એટલે સંસ્કાર, સંઘ એટલે રાષ્ટ્ર સર્વપ્રથમ અને રાષ્ટ્ર સર્વોપરી. આમ શિસ્ત, સેવા અને સંસ્કાર ત્રણેય નો સમન્વય એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ. સંઘને ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી મહોત્સવ નિમિત્તે વિજયાદશમીના પાવન અવસર પર વિજયાદશમી શાસ્ત્રોક્ત ઊત્સવ તેમજ શિસ્તબદ્ધ પદયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંઘના વડાઓ, હોદ્દેદારો, અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતાં તેમજ સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા, કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.