મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

ગાંધીનગર સરગાસણમાં આવેલ શિવાંશ ૧૫ સોસાયટીમાં નવરાત્રી નિમિતે દશેરા પછીના રવિવારે નવચંડી યજ્ઞનું આયોજન

નવરાત્રિ દરમ્યાન ગુજરાતમાં દશેરા દરમિયાન લગભગ દરેક સોસાયટીમાં યજ્ઞનું આયોજન થતું હોય છે, જેના અનુસંધાને ગાંધીનગર સરગાસણમાં આવેલ શિવાંશ ૧૫ સોસાયટીમાં તા ૦૫/૧૦/૨૦૨૫ રવિવારના રોજ ભવ્ય નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવેલ હતું.યજ્ઞમાં મુખ્ય યજમાન સિવાય બીજા ૪ યજમાનોએ લાભ લીધેલ હતો. બપોર અને સાંજ એમ ૨ ટાઈમ ભોજનનું આયોજન સોસાયટી દ્વારા કરવામાં આવેલ હતું, નવચંડી યજ્ઞના આયોજનમાં સોસાયટીના તમામ રહીશોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો અને શાસ્ત્રોક્ત અને વેદોક્ત જાણકાર ભૂદેવો દ્વારા યજ્ઞની વિધિ સંપન કરવામાં આવેલ હતી.