મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

સુરેન્દ્રનગરની કલેકટર કચેરીમાં જ સ્વચ્છતાનો અભાવ

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્વચ્છતાની વાતો કરવામાં આવી રહી છે.મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા પાછળ કરોડોનું બજેટ ફાળવામાં આવી રહ્યું છે પણ સરકારી કચેરીઓમાં જ સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે.ત્યારે કલેક્ટર કચેરી મહાનગરપાલિકા સહિતની કચેરીઓમાં ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે આ ઉપરાંત કલેક્ટર કચેરીમાં ઝાડી ઝાંખરાઓનું પણ સામ્રાજ્ય છવાઈ ગયું છે.સુરેન્દ્રનગરની કલેક્ટર કચેરીમાં નાનીમોટી 50 થી વધુ કચેરી આવેલી છે સ્વચ્છતા અભ્યાનની વાતો કરતા અને કાર્યક્રમમાં લિલીઝંડીઓ આપતા અધિકારીઓની ઓફીસ પાસે જ ગંદકીના ગંજ જામ્યા છે