મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

જામનગરમાં સિંધી સમાજ દ્વારા સાત દાયકાથી પણ વધુ સમયથી યોજાતો પરંપરાગત રાવણ દહનનો તહેવાર

જામનગરમાં સિંધીસમાજ દ્વારા છેલ્લા ૭ દાયકાથી સાત રસ્તા પાસે, પ્રદર્શન મેદાનમાં રાવણ દહનનો કાર્યક્રમ યોજાય છે જેમાં અવનવાં વેશભૂષા ધારણ કરીને નાટકમંડળી નાટક ભજવીને દર્શકોનું મનોરંજન પણ કરે છે. આ વર્ષે પણ નિયમિત રીતે યોજાતા રાવણ દહનના પરંપરાગત અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં જામનગરના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી તથા રિવાબા જાડેજા, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા સહિતના આગેવાનો તેમજ જાહેર જનતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.