મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

ધોળકામાં તંત્રના વાંકે મંદિરે આવતા શ્રદ્ધાળુઓ ગટરના પાણીમાંથી ચાલવા મજબૂર

ધોળકા માં તંત્રના વાંકે મંદિરે દાદાના દર્શને આવતા શ્રદ્ધાળુઓ અને રહીશોને ગટરના ગંદા પાણીમાંથી ચાલવા મજબૂર ધોળકા શહેરમાં વોર્ડ નં.8 માં આવેલ મહાલક્ષ્મી માતા ની પોળ નાં મુખ્ય માર્ગ ઉપર છેલ્લા ઘણા સમયથી ગટરોના ઊભરાતા દૂષિત પાણી સ્થાનિક રહિશો તથા તાત્કાલેશ્વર મહાદેવ મંદિર હોવાથી મહાદેવ ના દર્શને આવતા શ્રદ્ધાળુઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. દૂષિત પાણી તાત્કાલેશ્વર મહાદેવ નાં મંદિર જવાનો મુખ્ય માર્ગ છે . આ ગંભીર સમસ્યા તાત્કાલિક ધોળકા નગર પાલિકા એ લાવવું જોએ આજદીન સુધી | પાલિકા તંત્ર દ્વારા કોઈ ઘટતી કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિક રહિશોના જણાવ્યા મુજબ પાલિકા તંત્રમાંથી ઊભરાતી ગટરોની સમસ્યા અંગે ભૂતકાળમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ થોડા દિવસ પછી પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળે છે. માથુ ફાડી નાખે | તેવી દુર્ગંધ મારતા આ ગટરોના | પાણીથી સ્થાનિક વિસ્તારના લોકો | ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. આ વિસ્તારમાં ભયંકર પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાશે તેવી દહેશત ઉભી થઈ ચુકી છે. જેથી વિસ્તારના રહિશોને આ ઘર કરી ગયેલી ઉભરાતી ગટરોની સમસ્યામાંથી કાયમી ધોરણે ઉગારે તેવી લોક માંગણી ઉઠવા પામી છે. ધોળકાના બસ સ્ટેન્ડ થી માઘીયા તરફના મુખ્ય રસ્તા ઉપર મહાલક્ષ્મી માતાની પોળના નાકે છેલ્લા 2 માસ ઉપરાંત થી ગટર ઉભરાતી હોવા છતાં તંત્ર નીંભર. રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત વોર્ડ નંબર 8