GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
જામનગર શહેરમાં ગુજરાતનાં સૌ પ્રથમ ૨૪ કલાક સેવા આપતા કોમન સર્વિસ સેન્ટરનો પ્રારંભ
રિપોર્ટેડ બાય: મનીષ પંડયા, જામનગરપ્રકાશિત :
ફોટો 1 / 5
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ૧૭ સપ્ટેમ્બરથી જામનગરમાં વિશેષ ઈ-સેવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે ગુજરાતનું સૌ પ્રથમ ર૪ કલાક કાર્યરત કોમન સર્વિસ સેન્ટર(csc) તરીકે પણ ઓળખાશે. ઊલ્લેખનીય છે કે આજની વ્યસ્ત જીવનશૈલીમાં નોકરિયાત અને મધ્યમ વર્ગિય પરિવારો માટે ઓફિસના કલાકો દરમિયાન સરકારી સેવાઓ મેળવવા ખોટો સમય પસાર ન કરવો પડે અને જરૂરિયાતમંદ નાગરિકોને તેમની અનુકૂળતા મુજબ સરકારી યોજનાઓ તથા સેવાઓનો લાભ મળી રહે તે હેતુથી આ સેવા કેન્દ્રના સંચાલકે ર૪ કલાક સેવાઓ ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે. પાન કાર્ડ, પાસપોર્ટ, ચૂંટણી કાર્ડ જેવા સરકારી દસ્તાવેજો, વીજળી, ગેસ અને ટેલિફોન બીલ તથા એલઆઈસી પ્રીમિયમ જેવા બીલ પેમેન્ટ, જીવન પ્રમાણપત્ર, વીમા, રેલવે અને પ્લેન ટિકિટ બુકીંગ જેવી યાત્રા સંબંધિત સેવાઓ પણ આ સેવા કેન્દ્ર પર ઉપલબ્ધ છે તેમજ ઉદ્યોગ આધર અને ટેલિ-લો કાનૂની સલાહ જેવી વ્યવસાયિક અને કાયદાકીય સેવાઓ પણ અહીંથી મળી રહેશે. લીમડાલાઈન, શેરી નં. ર મા આવેલું આ કેન્દ્ર શહેરના તમામ નાગરિકો માટે ૨૪ કલાક ખુલ્લુ રહેશે. ૨૦૧૭ થી કાર્યરત આ એવોર્ડ વિજેતા ઈ-સેવા કેન્દ્રના સંચાલક સચિનભાઈ જોશી બ્રહ્મસમાજ અગ્રણી, સામાજિક કાર્યકર અને યુવા પત્રકાર તરીકે પણ ફરજ બજાવતા હોવાથી આ પ્રસંગે તેઓને બહોળા પ્રમાણમાં પ્રતિસાદ અને શુભેચ્છાઓ મળી રહી છે.





