મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

કલ્પવૃક્ષ ફાઉંડેશન દ્વારા આયોજિત “ઝાંઝર “ નવરાત્રી મહોત્સવ ૨૦૨૫ -બોરસદ

“ઝાંઝર” કલ્પવૃક્ષ ફાઉંડેશન દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ ગાંધી ગંજ ,બોરસદ આણંદ જિલ્લામાં આવેલ બોરસદ તાલુકામાં નવરાત્રી મહોત્સવ નું છેલ્લા ૨૦ વર્ષોથી પૂર્વ પ્રમુખ બોરસદ નગરપાલિકા ડી સી પટેલ જે કલ્પવૃક્ષ ફાઉંડેશનના સંચાલક અને કમલમ ગરબા ગ્રુપ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવે છે. તા ૩૦-૦૯-૨૦૨૫ ને આઠમ ના રોજ મોટી સંખ્યામાં ખેલૈયાઓ એ ખૂબ આનંદ પૂર્વક ગરબે ઘૂમ્યા. હિન્દુ શાસ્ત્ર માં નવરાત્રી આઠમનું ઘણું મહત્ત્વ દર્શાવેલ છે. આઠમ ને દિવસે હવન પૂજા કરવામાં આવે છે. આ દિવસે દેશભક્તિ ગીત , રાસ દાંડિયા અને ફટાકડા ફોડવામાં આવે છે જે ગરબામાં એક અલગ જ ઉમંગ લહેરાવે છે. ગરબે ગૂમતા ખૈલૈયાઓથી ગરબા ગ્રાઉંડમાં અનેરૂ ધ્રશ્ય જોવા મળે છે.