GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે આઠમનો નવચંડી યજ્ઞ યોજાયો
રિપોર્ટેડ બાય: ભરત ચૌહાણ, ખેડબ્રહ્માપ્રકાશિત :
ફોટો 1 / 4
આજે આસો સુદ આઠમ એટલે દુગાઁષ્ટમી અને દુગાઁષ્ટમીના પવિત્ર દિવસે માતાજીનો હવન યોજાય છે. યાત્રાધામ ખેડબ્રહ્મા શ્રી અંબિકા માતાજી મંદિરમાં નવચંડી હવન યોજાયો હતો અને માતાજીને વિવિધ પ્રકારનો ભોગ ધરાવાયો હતો. સતયુગમાં જયારે જયારે ધામિઁક પ્રસંગો કરવામાં આવતા હતા ત્યારે રાક્ષસો આવા કાયોઁમાં વારંવાર વિક્ષેપ પાડતા હતા. ત્યારે માઁ જગદંબાએ આજના દિવસે દુર્ગ નામના રાક્ષસ ને હણ્યો હતો અને લોકોને રાક્ષસના ત્રાસમાંથી મુક્ત કરાવ્યા હતા ત્યારથી આજના દિવસને દુર્ગાષ્ટમી તરીકે ઓળખાય છે. જેથી ખેડબ્રહ્મામાં મહીસાસુર મદઁની નામના માતાજી પ્રગટ થયા હતા. આજના પવિત્ર દિવસે ભક્તો વહેલી સવારથી જ માતાજીની પ્રદક્ષિણા ફરી હતી એમાં 108 પ્રદક્ષિણા ફરી તો એક અશ્વમેઘ યજ્ઞનુ ફળ પ્રાપ્ત થાય છે તેવુ મંદિરના વિધ્વાન શાસ્ત્રી દશરથભાઈ પુરોહીતે જણાવ્યુ હતુ. આજે આઠમના નવચંડી યજ્ઞમાં મંદિર ટ્રસ્ટના પ્રમુખ જયદિપસિંહ રાઠોડ તથા પુજારી દશરથભાઈ પુરોહીતના યજમાન પદે યોજાયો હતો અને ટ્રસ્ટી પ્રવિણસિંહ સોલંકી સહીત ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




