GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
વડોદરાની KRT શાળા ખાતે પિતા બેટી સંમેલન યોજાયું
રિપોર્ટેડ બાય: ઇરશાદ શેખ, વડોદરાપ્રકાશિત :
ફોટો 1 / 5
KRT સ્કૂલ ખાતે પિતા બેટી સંમેલન કાર્યક્રમ યોજાયો પિતા-બેટી સંમેલન. એક સુંદર સંબંધને પ્રોત્સાહિત કરવા આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત કવિવર રવીન્દ્રનાથ ટાગોર પ્રાથમિક શાળા શહેર 24 ખાતે પિતા બેટી સંમેલન યોજવામાં આવ્યું. દીકરીઓના પિતાઓને શાળામાં આમંત્રિત કરવામાં આવ્યા. શાળાની દીકરીઓએ નાટ્ય સંવાદ, પિતાને પત્ર વાંચન તેમજ સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યા. દીકરીઓએ પોતાના પિતાને પુષ્પ અર્પણ કરી તેમની પ્રત્યે વહાલ વ્યક્ત કર્યો તો પિતા દ્વારા પોતાની વહાલસોયી દીકરીઓ માટે પ્રાર્થના કરવામાં આવી. સાથે સાથે પોતાની દીકરીઓ સાથે આનંદદાયી પળો પણ માણી. તો પોતાની દીકરીઓની હાજરીમાં લીંબુ ચમચી, બુક બેલેન્સ જેવી રમતો પણ પિતાશ્રીઓ દ્વારા રમવામાં આવી. આ પ્રસંગે શાળામાં ભાવુક વાતાવરણ પણ સર્જાયું, કેટલીક દીકરીઓની આંખમાં આંસુ હતા તો કેટલાક પિતા પણ ભાવુક થયા. તો આ પળ જોઈને કેટલાક શિક્ષકોની પણ આંખો છલકાઈ આવી. આમ સમગ્ર કાર્યક્રમ ખરેખર પિતા - બેટી સંબંધો માટે ખૂબ જ ઉલ્લાસ સભર રહ્યો.





