GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
વલસાડ: કપરાડાના ચેપા ગામમાં નેટવર્ક ના આવતા KYCના ધાંધિયા, કર્મચારી લેપટોપ હાથમાં લઇ નેટવર્ક શોધવા નીકળ્યા
રિપોર્ટેડ બાય: દળવી મનોજકુમાર તુલસીદાસ, કપરાડાપ્રકાશિત :
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તાર ધરાવતા ચેપા ગામનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
એક તરફ સરકાર સબકા વિકાસની વાતો કરે છે. તો બીજી તરફ તંત્ર પણ ક્યાંક જનતા સુધી સુવિધા પૂરી પાડવાની કોશિશ કરે છે. કપરાડાના ચેપા ગામ ખાતે બેન્ક કે.વાય.સી. કરવા માટે ચેપા ગામ ખાતે કર્મચારીઓ પહોંચ્યા હતા. પરંતુ ત્યાં નેટવર્ક પ્રોબ્લેમ ના કારણે કર્મચારીઓ નેટ પકડાય તે હેતુ થી લેપટોપ હાથમાં લઈ નેટવર્ક શોધતાનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
મહત્ત્વની વાત એ છે કે ગામમાં ત્રણ જેટલા ટાવર હોવા છતાં પણ આવી પરિસ્થિતિ કેમ સર્જાય છે. શું ટેલિકોમ કંપનીઓ ફકત રિચાર્જ ના રૂપિયા ઉઘરાવવામાં જ રસ ધરાવે છે? શું ટેલિકોમ કંપનીઓ મનમાની ચલાવે છે?
રિપોર્ટ: મનોજ દળવી.
