GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
જાહેર રસ્તો ખોદી કાઢવા બાબત
રિપોર્ટેડ બાય: અજમેલસિંહ પરમાર, ગામ- જોધપુર, તાલુકો- વીરપુર, જિલ્લો - મહિસાગરપ્રકાશિત :

સવિનય ઉપરોક્ત વિષયના અનુસંધાને જણાવવાનું કે મહિસાગર જિલ્લાના વીરપુર તાલુકાના જોધપુર ગ્રામપંચાયત વિસ્તાર માં આવેલ સ્ટેશન ફળિયા વિસ્તારમાં આશરે 50 વર્ષ પહેલાં ઉપરોક્ત ફોટામાં દર્શાવેલ આર સી સી રસ્તો બનાવાવમાં આવેલ હતો જે જોધપુર ગ્રામપંચાયતના સરપંચશ્રી મણીબેન વિક્રમભાઈ પરમાર ના પ્રતિનિધિ વિક્રમભાઈ ડાહ્યાભાઈ પરમાર તથા તેમના સાથીદારો (૧) રોહિતભાઈ સવાભાઈ પરમાર (૨) કિશનભાઇ રયજીભાઈ (૩)ધિરેન્દ્રભાઈ જશવંતભાઈ (૪) હિંમતભાઈ સવાભાઈ (૫) ધનપાલભાઈ સોમાભાઈ (૬)રમણભાઈ કોદરભાઈ (૭) અરજણભાઇ કોદરભાઇ (૮)ભાવેશભાઈ પ્રભાતભાઈ તથા અન્ય બીજા સાગરીતો દ્વારા સરકારશ્રી દ્વારા બનાવેલ આર સી સી રસ્તો (૧) જમણી બાજુ ભૂરાભાઈના ફળિયા તરફ (૨) ડાબી બાજુ દરબાર ગઢ તરફ જાય છે.
જે તારીખ ૦૭/૦૯/૨૦૨૫ ની રાતે આશરે ૧૦:૩૦ થી ૧૧:૩૦ વાગે પોતાના ઘરેથી કોદાળી,ત્રિકમ,પાવડા,નરાશ જેવા ઓજારો લાવી બીજા ગ્રામજનોને હેરાન કરવાના હેતુથી રસ્તો ખોદી કાઢેલ છે અને રસ્તાને નુકસાન પહોંચાડેલ છે.
જેથી અન્ય ગ્રામજનો જે આ રસ્તાનો ઉપયોગ કરે છે તેઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
તથા આજરોજ સવારે દૂધ ભરવા જતા નિવૃત્ત શિક્ષક સાથે બોલાચાલી કર્યા બાદ તેમનું દૂધ રસ્તા પર ઢોળી દઈ તેમને ગડદાપાટું નો માર મારવામાં આવેલ છે.
