VIDEO: ગાંધીધામમાં કંપની જતી મહિલાનું રહસ્યમય સંજોગોમાં નગ્ન હાલતમાં શબ મળતા ચકચાર, પોલીસ તપાસ શરૂ કરી
કચ્છના ગાંધીધામમાં મચ્છુન

કચ્છના ગાંધીધામમાં મચ્છુનગર ફાટક પાસે સવારે કંપનીએ જઈ રહેલી એક મહિલાનું રહસ્યમય મોત નિપજાવવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહિલા શ્રીયમ પાવર કંપનીમાં કામ કરતી હોવાની પ્રાથમિક માહિતી મળી છે....ઘટનાસ્થળે મહિલાનું શબ નગ્ન હાલતમાં મળી આવતા દુષ્કર્મ અને હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બનાવની ગંભીરતા જોતા પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર સહિત બી ડિવિઝન પોલીસ અને ડોગ સ્કોડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. હાલ પોલીસે મહિલાની ઓળખ મેળવવા અને મોતનું સાચું કારણ જાણવા માટે સઘન તપાસ હાથ ધરી છે.




