મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી, ગામો જળબંબાકારમાં ગરકાવ

હાંસોટ પંથકમાં કીમ નદીના પૂરના પાણી ફરી વળતાં અનેક ગામોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. પાંજરોલી

તસવીર: gstv

હાંસોટ પંથકમાં કીમ નદીના પૂરના પાણી ફરી વળતાં અનેક ગામોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. પાંજરોલી, ઓભા, આસરમા અને બાલોતા સહિતના ગામોમાં પાણી ઘૂસી જતાં જનજીવન પ્રભાવિત બન્યું છે. આકાશી દૃશ્યોમાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. લીલાછમ ખેતરો પણ પાણીમાં ગરકાવ થતાં ટાપુ જેવા દેખાઈ રહ્યા છે. પૂરના કારણે ખેતીને ભારે નુકસાનની આશંકા છે, જ્યારે સ્થાનિક તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

આ સમાચાર શેર કરો