મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad/ હાટકેશ્વરમાં તંત્રની લાપરવાહી: બ્રિજ તોડવામાં પાણીની લાઈન તોડી નાખી, 3 દિવસથી લાખો લીટર પાણીનો બગાડ!

અમદાવાદમાં તંત્રની આંખ આડા કાન અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીન

તસવીર: gstv

અમદાવાદમાં તંત્રની આંખ આડા કાન અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો નમૂનો સામે આવ્યો છે! શહેરના હાટકેશ્વર સર્કલ પાસે જર્જરિત ઓવરબ્રિજ તોડવાની કામગીરી ચાલી રહી છે, પણ આ કામગીરી શહેરીજનો માટે મુસીબત બની ગઈ છે. બ્રિજ તોડતી વખતે પીવાના પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ પડતા છેલ્લા ત્રણ દિવસથી લાખો લીટર શુદ્ધ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.

તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે, 4 થી 5 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડી રહ્યા છે. હાટકેશ્વરથી CTM સુધીના 500 મીટરના માર્ગ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ભરશિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને લાખો લીટર શુદ્ધ પાણી રસ્તા પર ફરી વળીને સીધું ગટરમાં જઈ રહ્યું છે.

સૌથી મોટો સવાલ AMCના પાણી ખાતાના અધિકારીઓ સામે છે. શું અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચે સંકલનનો આટલો મોટો અભાવ છે? સવારે પાણી છોડવાના સમય બાદ પણ આ ફુવારો સતત ચાલુ રહે છે, છતાં ત્રીજા દિવસે પણ કોઈ નક્કર પગલાં લેવાયા નથી. એક તરફ લોકો ટીપે-ટીપે પાણી માટે વલખાં મારે છે, ત્યારે તંત્રની આ લાપરવાહી સામે હવે જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ક્યારે જાગશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન?

આ સમાચાર શેર કરો